sugandhe kahyun chhe ghanun khangiman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુગંધે કહ્યું છે ઘણું ખાનગીમાં

sugandhe kahyun chhe ghanun khangiman

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
સુગંધે કહ્યું છે ઘણું ખાનગીમાં
ભાવેશ ભટ્ટ

સુગંધે કહ્યું છે ઘણું ખાનગીમાં

કહેવાય જે ફૂલની હાજરીમાં

હતી એને જાતે ઉપાડવાની

અમુક તેથી બેસી શક્યા પાલખીમાં

મને તો કળીઓ નાસ્તિક લાગી

જે જાતે ફસાઈ રહી છાબડીમાં

પડી એને લત આંગળી વીંધવાની

પછી કાટ લાગી ગયો ટાંકણીમાં

મિનારાથી ફેંકાતી નારીનું આક્રંદ

કડાકા અમસ્તા નથી વીજળીમાં

નથી તારલા, ચંદ્ર, સૂરજ કે અગ્નિ

મરણ લઈને આવ્યું કઈ રોશનીમાં

બને તો કફન આરવાળું ચઢાવો

કરચલી મળી છે ઘણી જિંદગીમાં

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.