wednanun dard - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વેદનાનું દર્દ

wednanun dard

કપિલ ઠક્કર 'મજનૂ' કપિલ ઠક્કર 'મજનૂ'
વેદનાનું દર્દ
કપિલ ઠક્કર 'મજનૂ'

કહો, વેદનાનું દર્દ ક્યાં જઈ બોલવાનું છે?

અમારું દિલ દિલાવર ને તમારું રૂપ નાનું છે.

અમે નાના હશું માની તમે પણ અંગ સંકોર્યું,

અમારા અંતરે વસવા તણું ઠીક બ્હાનું છે.

કહેશો કે શમાની રોશની અમ મંદિરે દીઠી,

અમારા મંદિરે જ્યોતિ તણા દરિયાવ ભાનુ છે.

મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં, દિલબર!

તમારા બિન્દુમાં સાગર શમ્યા પણ મજાનું છે.

ઘડીભર મન કહે છે કે તમારો સંગ ના યાચું,

છતાં આજીઝ બનું છું કે હઠીલું દિલ દીવાનું છે.

તમારા ખોફ ને રહેમત તણી બરદાસ્ત આદરવી,

અમારું જંગનું મયદાન ને બિછાનું છે.

તમારો વસ્લ યાચી જિંદગાની છો ખતમ થાતી,

પછી અમ દ્વાર પર આવી તમારે યાચવાનું છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4