રુદન કે હાસ્યની રેખા બધી વંચાઈ જાયે છે,
હૃદયના ભાવ આંખોમાં સદા પરખાઈ જાયે છે.
ગગનના તારલા, ધરતીનાં ફૂલો બેઅસર લાગે,
હૃદયમાં જ્યારે એની વેદના પથરાઈ જાયે છે.
અમસ્તું તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણમાં યુગ બદલાઈ જાયે છે.
કરામત છે એ તારા હાથની, સાકી,–કે મારાથી
નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાયે છે.
સમજ પડતી નથી, શું આજ દિલમાં થાય છે અમને?
ન કહેવાનું અનાયાસે ‘મુખી’ કહેવાઈ જાયે છે.
rudan ke hasyni rekha badhi wanchai jaye chhe,
hridayna bhaw ankhoman sada parkhai jaye chhe
gaganna tarla, dhartinan phulo beasar lage,
hridayman jyare eni wedna pathrai jaye chhe
amastun to kyan badle chhe kadi watawran ahinyan,
chhatan ena milanni kshanman yug badlai jaye chhe
karamat chhe e tara hathni, saki,–ke marathi
nathi aadat chhatan be ghoont to piwai jaye chhe
samaj paDti nathi, shun aaj dilman thay chhe amne?
na kahewanun anayase ‘mukhi’ kahewai jaye chhe

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ