palma hati - Ghazals | RekhtaGujarati

વારતા મારી હતી પળમાં હતી.

જેમ છૂપી વીજ વાદળમાં હતી.

અક્ષરો રેલાઈ ગ્યા બસ એટલે;

આંખની ભીનાશ કાગળમાં હતી.

બારણાંઓ બંધ છે, નિર્દોષ છે;

ધૃષ્ટતા ભરપૂર સાંકળમાં હતી.

આંખથી કાળાશ ટપકી બેશુમાર;

ગમગીની કેવી કાજળમાં હતી.

ભાલમાં રેખા હતી કે સળ હતા?

વેદના એક એક સળમાં હતી.

સ્રોત

  • પુસ્તક : વાછટ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : સુલતાન લોખંડવાલા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1993