રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં,
તેઓ બધાં જ હોય છે કાયમ પ્રવાસમાં!
સાંઈ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં!
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં!
તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે, તારા વિકાસમાં!
ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં!
સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં!
tara wishe je nikalyan unDi tapasman,
teo badhan ja hoy chhe kayam prwasman!
sani! tame ja kanik kaho tantna wishe;
loko to gunchwai gaya chhe, kapasman!
jyare swayamna tejthi andhar ogle;
tyare pharak rahe nahin punam amasman!
tara wiruddh kan bhare chhe anekna;
enoy hath hoy chhe, tara wikasman!
jhole chaDi chhe rajakumarini warta;
gokhe tharakta ek diwana ujasman!
sewi shake, to santni kotine pamshe;
je shabd weDphe chhe tun wani wilasman!
tara wishe je nikalyan unDi tapasman,
teo badhan ja hoy chhe kayam prwasman!
sani! tame ja kanik kaho tantna wishe;
loko to gunchwai gaya chhe, kapasman!
jyare swayamna tejthi andhar ogle;
tyare pharak rahe nahin punam amasman!
tara wiruddh kan bhare chhe anekna;
enoy hath hoy chhe, tara wikasman!
jhole chaDi chhe rajakumarini warta;
gokhe tharakta ek diwana ujasman!
sewi shake, to santni kotine pamshe;
je shabd weDphe chhe tun wani wilasman!
સ્રોત
- પુસ્તક : નાજુક ક્ષણો (પૃષ્ઠ ક્રમાંક 76)
- સર્જક : અમિત વ્યાસ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2002