wagti wakhte nameli wansli - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાગતી વખતે નમેલી વાંસળી

wagti wakhte nameli wansli

દિલીપ રાવળ દિલીપ રાવળ
વાગતી વખતે નમેલી વાંસળી
દિલીપ રાવળ

વાગતી વખતે નમેલી વાંસળી,

એટલે સૌને ગમેલી વાંસળી.

શંખ જે પળ કૃષ્ણએ હસ્તક લીધો,

પળે તો બહુ રડેલી વાંસળી.

શ્યામ તો ગોકુળ છોડી નીસર્યા,

શેષમાં એક વધેલી વાંસળી.

છેક વીંધાઈ ગઈ ને તે છતાં,

ખૂબ સૂરીલું હસેલી વાંસળી.

કૃષ્ણના હોઠો સુધી પહોંચી ગઈ

ગોપીઓ કરતાંય પહેલી વાંસળી.

સ્રોત

  • પુસ્તક : આવ સજનવા (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : દિલીપ રાવલ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 1996