tame shyam thaine phunko mane wansli banawo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો

tame shyam thaine phunko mane wansli banawo

દિલીપ રાવળ દિલીપ રાવળ
તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
દિલીપ રાવળ

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો.

પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો.

તમે પર્વતો ઉઠાવો કે પછી કો’ રથ બચાવો,

મને ભાર કંઈ લાગે ભલે આંગળી બનાવો.

તમે આંખમાં વસો છો, તમે શ્વાસમાં શ્વસો છો,

અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો.

ભલે અંગથી છૂટીશું પણ સંગ યાદ રહેશે,

તમે સાપ રૂપ લો તો મને કાંચળી બનાવો.

સ્રોત

  • પુસ્તક : આવ સજનવા
  • સર્જક : દિલીપ રાવલ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 1996