વહેવાર વિશ્વનો છે જીવનના વલણ સુધી
vahevaar vishvno chhe jivanna valan sudhii


વહેવાર વિશ્વનો છે જીવનના વલણ સુધી,
છે દુશ્મની કે દોસ્તી મારા મરણ સુધી.
આવ્યા છો મારી પાસ તમે એ નવાઈ છે,
નહીંતર નદી જતી નથી નાના ઝરણ સુધી.
ભીતરના ભેદ કોઈ ઉકેલી શક્યું નહીં,
પ્હોંચી'તી આમ સૌની નજર આવરણ સુધી.
એના વિચાર માત્રથી ધડકન વધી ગઈ,
શું થાશે દિલનું પ્રેમના પ્રકટીકરણ સુધી.
હું 'રાઝ' જિંદગીને સમજવાને જઉં છું,
કબરોની આસપાસના વાતાવરણ સુધી.
wahewar wishwno chhe jiwanna walan sudhi,
chhe dushmani ke dosti mara maran sudhi
awya chho mari pas tame e nawai chhe,
nahintar nadi jati nathi nana jharan sudhi
bhitarna bhed koi ukeli shakyun nahin,
phonchiti aam sauni najar awran sudhi
ena wichar matrthi dhaDkan wadhi gai,
shun thashe dilanun premna praktikran sudhi
hun rajh jindgine samajwane jaun chhun,
kabroni aspasna watawran sudhi
wahewar wishwno chhe jiwanna walan sudhi,
chhe dushmani ke dosti mara maran sudhi
awya chho mari pas tame e nawai chhe,
nahintar nadi jati nathi nana jharan sudhi
bhitarna bhed koi ukeli shakyun nahin,
phonchiti aam sauni najar awran sudhi
ena wichar matrthi dhaDkan wadhi gai,
shun thashe dilanun premna praktikran sudhi
hun rajh jindgine samajwane jaun chhun,
kabroni aspasna watawran sudhi



સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 117)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2008
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ