vahetaa pavannii tyaare vimaasan vadhii hashe - Ghazals | RekhtaGujarati

વહેતા પવનની ત્યારે વિમાસણ વધી હશે

vahetaa pavannii tyaare vimaasan vadhii hashe

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
વહેતા પવનની ત્યારે વિમાસણ વધી હશે
હરીન્દ્ર દવે

વહેતા પવનની ત્યારે વિમાસણ વધી હશે,

દરિયામાં તારું નામ તરંગો બની જશે.

સ્પર્શે છે કોઈ, તોય આંખો ઉઘાડતો,

કોઈ અવર જો હોય તો શમણાનું શું થશે?

હસતો રહું છું, વાત કરું છું અલપઝલપ,

જો ચૂપ રહું તો ભય કે તું વાત પૂછશે.

શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,

ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે.

હમણાં તો ‘આવજો’ કહી છૂટા પડ્યા હતા,

હમણાં આવી જાઉં તો તું આવકારશે?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ