ઊભો રહું છું ત્યાં જ નજરમાં ઠરે ક્ષિતિજ
uubho rahun chhun tyaan ja najarmaan thare kashitiij
આર. બી. રાઠોડ
R. B. Rathod
ઊભો રહું છું ત્યાં જ નજરમાં ઠરે ક્ષિતિજ
uubho rahun chhun tyaan ja najarmaan thare kashitiij
આર. બી. રાઠોડ
R. B. Rathod
આર. બી. રાઠોડ
R. B. Rathod
ઊભો રહું છું ત્યાં જ નજરમાં ઠરે ક્ષિતિજ,
એનો એ છે પરિઘ, અરેરે.. અરે ક્ષિતિજ.
બે બાજુઓ છે છીપની, ધરતી અને ગગન,
જાણે કે હું છું મોતી, મને સંઘરે ક્ષિતિજ.
એ કલ્પના મિલનની છે બીજું કશું નથી,
ઊગે સૂરજની સાથ અને પાંગરે ક્ષિતિજ.
જોયું હતું એ સ્વપ્ન કદી જે ફળ્યું નહીં,
જોયા કરું જો સ્વપ્ન, તરત સાંભરે ક્ષિતિજ.
સાંજે પરત ફરે છે જ્યાં પંખી કતારબંધ,
ઊડી જવાનું થાય છતાં શું કરે ક્ષિતિજ!
એને કદાચ કોઈ નથી સાંભળી શક્યું,
કહેતી રહે છે વાત જે હળવા સ્વરે ક્ષિતિજ.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
