maher mari upar kare na kare - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મહેર મારી ઉપર કરે ન કરે

maher mari upar kare na kare

હેમંત પુણેકર હેમંત પુણેકર
મહેર મારી ઉપર કરે ન કરે
હેમંત પુણેકર

મહેર મારી ઉપર કરે કરે

એની મરજી, નજર કરે કરે

આંખો બોલી ગઈ છે દિલની વાત

ભૂલ એવી અધર કરે કરે

એને ચિંતા સતત, શું કહેશે લોક?

મારા મનની ફિકર કરે કરે

અવઢવમાં ચૂપ રહી જઉં છું

શબ્દ ધારી અસર કરે કરે

એને મહેલોની ટેવ છે ‘હેમંત’

તારા દિલમાં ઘર કરે કરે

સ્રોત

  • પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : હેમંત પુણેકર
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2022