તિમિરમય રાતને કાજળની ઉપમા હું નહીં આપું,
જીવનના શૂળને બાવળની ઉપમા હું નહીં આપું.
હૃદય-જંગલ મહીં નિશ્ચય ભયંકર આગ લાગી છે,
છે ઠંડી આગ, દાવાનળની ઉપમા હું નહીં આપું.
છે મારાં અશ્રુમાં સૌરભ ભળી કોઈનાં સ્મરણોની,
શું કે'શે લોક જો શતદલની ઉપમા હું નહીં આપું?
કોઈના રૂપનાં ઓજસ કોઈથી ક્યારે સમજાશે?
યદિ આ પુષ્પ ને ઝાકળની ઉપમા હું નહીં આપું!
રૂપક સુંદર છે કિન્તુ એમની ફોરમનું શું થાશે?
તમારા કેશને વાદળની ઉપમા હું નહીં આપું.
યદિ સૌંદર્ય તારું સાંપડી જાયે મને, ‘પ્રીતમ!'
જીવનને ઝાંઝવાંનાં જળની ઉપમા હું નહીં આપું.
timirmay ratne kajalni upma hun nahin apun,
jiwanna shulne bawalni upma hun nahin apun
hriday jangal mahin nishchay bhayankar aag lagi chhe,
chhe thanDi aag, dawanalni upma hun nahin apun
chhe maran ashruman saurabh bhali koinan smarnoni,
shun keshe lok jo shatadalni upma hun nahin apun?
koina rupnan ojas koithi kyare samjashe?
yadi aa pushp ne jhakalni upma hun nahin apun!
rupak sundar chhe kintu emni phoramanun shun thashe?
tamara keshne wadalni upma hun nahin apun
yadi saundarya tarun sampDi jaye mane, ‘pritam!
jiwanne jhanjhwannan jalni upma hun nahin apun

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 114)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ