gharmaa bachyo'to hun ane khurshi bachii hatii - Ghazals | RekhtaGujarati

ઘરમાં બચ્યો’તો હું અને ખુરશી બચી હતી

gharmaa bachyo'to hun ane khurshi bachii hatii

કુલદીપ કારીયા કુલદીપ કારીયા
ઘરમાં બચ્યો’તો હું અને ખુરશી બચી હતી
કુલદીપ કારીયા

ઘરમાં બચ્યો’તો હું અને ખુરશી બચી હતી

બંનેએ મન ભરી પછી વાતો કરી હતી

ખળખળ અવાજ આજ પણ આવે છે સ્વપ્નમાં

સૈકાઓ પ્હેલાં ઊંઘ જાણે કે નદી હતી

આગળિયો કાનને તમે અંદરથી દઈ દીધો

ખખડાવી, થાકી વાત સૌ પાછી જતી હતી

આખો દિવસ બધાની ત્યાં આંખો ઊડ્યા કરે

સામેના ઘરમાં કંઈ ગજબની બાલ્કની હતી

કાંસાની વાડકી લઈ પગમાં ઘસ્યું ગુલાબ

સુંદર નિહાળવા મને દૃષ્ટિ મળી હતી

સ્રોત

  • પુસ્તક : ભીંત ખખડાવી તો ખૂલી (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : કુલદીપ કારિયા
  • પ્રકાશક : બુકપબ
  • વર્ષ : 2016