Tikshna lila sparshne palyo tame - Ghazals | RekhtaGujarati

તીક્ષ્ણ લીલા સ્પર્શને પાળ્યો તમે!

Tikshna lila sparshne palyo tame

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
તીક્ષ્ણ લીલા સ્પર્શને પાળ્યો તમે!
કરસનદાસ લુહાર

તીક્ષ્ણ લીલા સ્પર્શને પાળ્યો તમે!

થોર જેવેો થોર પંપાળ્યો તમે!

હું રઝળતો જંગલી ટહુકો હતો,

નગરને કાનમાં વાળ્યો તમે!

હાથ સળગાવી દીધો કાંડા સુધી;

ઓરડાને એમ અજવાળ્યો તમે!

છે હરણની ફાળ જેવા ઓરતા,

ને ગતિમાં કાચબો પાળ્યો તમે!

રેત ખોબામાં ભરી રોમાંચનો;

વીરડો વેરાનમાં ગાળ્યો તમે!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ