ઠામ - ઠેકાણાં વગર કામે મળ્યાં
thaam - thekaanaa vagar kaame malyaan


ઠામ - ઠેકાણાં વગર કામે મળ્યાં
આગિયા સૂરજના સરનામે મળ્યાં
શોધવામાં જિંદગી આખી ગઈ
છેવટે તેઓ અહીં સામે મળ્યાં
કોઈને શબ્દો સહજ થઈ સાંપડ્યા
કોઈને બહુવિધ વ્યાયામે મળ્યાં!
બાકીનાં પ્રેક્ષક બની અળગા રહ્યાં
હાર-જીતનાં જીવ સંગ્રામે મળ્યાં!
એટલે ઓળખ પરખ ના થઈ શકી
તે અલગ રૂપે અલગ નામે મળ્યાં!
યુદ્ધ અટક્યું નહીં અનાદિકાળથી
શસ્ત્ર શબ્દોનાં સરંજામે મળ્યાં!
tham thekanan wagar kame malyan
agiya surajna sarname malyan
shodhwaman jindgi aakhi gai
chhewte teo ahin same malyan
koine shabdo sahj thai sampaDya
koine bahuwidh wyayame malyan!
bakinan prekshak bani alga rahyan
haar jitnan jeew sangrame malyan!
etle olakh parakh na thai shaki
te alag rupe alag name malyan!
yuddh atakyun nahin anadikalthi
shastr shabdonan saranjame malyan!
tham thekanan wagar kame malyan
agiya surajna sarname malyan
shodhwaman jindgi aakhi gai
chhewte teo ahin same malyan
koine shabdo sahj thai sampaDya
koine bahuwidh wyayame malyan!
bakinan prekshak bani alga rahyan
haar jitnan jeew sangrame malyan!
etle olakh parakh na thai shaki
te alag rupe alag name malyan!
yuddh atakyun nahin anadikalthi
shastr shabdonan saranjame malyan!



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ