taro wichar barina paDde jhuli gayo - Ghazals | RekhtaGujarati

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો

taro wichar barina paDde jhuli gayo

શ્યામ સાધુ શ્યામ સાધુ
તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો
શ્યામ સાધુ

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,

દૃશ્યોનો ભેદ પછી દરિયે ડૂબી ગયો.

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,

મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો!

પથ્થરની જેમ હાંફાતા પીળા શહેરમાં,

મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વિખરાઈ જાય પણ,

એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય કૈં રીતે થયો,

સૂનકાર તારી યાદની જેમ ઊભી ગયો!

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2