taro chahero wat kare chhe khabar paDi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારો ચહેરો વાત કરે છે ખબર પડી

taro chahero wat kare chhe khabar paDi

મનહર મોદી મનહર મોદી
તારો ચહેરો વાત કરે છે ખબર પડી
મનહર મોદી

તારો ચહેરો વાત કરે છે ખબર પડી

વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની

સરખામણીની રીત સફળ શી રીતે થશે?

લાગે છે આપણાથી જુદી છાયા આપણી

ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ

જ્યારે હોય મારી કને મારી હાજરી

મારો વિકાસ મારાથી આગળ વધી ગયો

પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ

જાણી બૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી

મારી વિચાર-ભોમમાં કેવી છે નદી?

પાંખો હજી છે મારી બેય આંખને વિશે

ભ્રમણાની પરી આમ શી રીતે ઊડી ગઈ?

પૂછો મને તો હુંય બતાવી નહીં શકું

પહેલાં હતો હું ક્યાંક, પણ હમણાં કશે નથી

સ્રોત

  • પુસ્તક : ૧૧ દરિયા (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : મનહર મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)