ખેંચાણ લાગણીનું રહ્યું બેવફા તરફ,
હર જિંદગીની ચાલ મરણની દિશા તરફ.
વ્યાપી ગઈ બધીય દિશાઓમાં શૂન્યતા,
વાતાવરણ કદીક ઢળે છે ખુદા તરફ.
એનેય ડામાડોળ સ્થિતિનો કહ્યો પ્રકાર,
દુનિયાથી હું ફરી જો ગયો સ્થિરતા તરફ.
આ જિંદગીના ચાર દિવસ કેમ વીતશે?
એકએક ઘડી લક્ષ્ય છે યુગનું યુગ થવા તરફ.
મારા એ મારા રહેશે, પરાયા થશે નહીં,
આ છે ઇશારો તારા તરફ ને બધા તરફ.
હું મોટો હોઉં મારી નજરમાં તો શું થયું?
દૃષ્ટિથી દૂર જાય છે સૌ અલ્પતા તરફ.
એવાય છે જે સઘળી કળાઓથી પર રહી,
પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે કલા તરફ.
જો મારા માટે હોય તો કહેવાય એ ઘમંડ,
જે માન વ્યક્ત કરતો રહું છું બધા તરફ.
દુઃખને હકીકતોથી છે સંબંધ, ઓ ‘નઝીર!’
ને સુખનો પક્ષપાત રહ્યો કલ્પના તરફ.
khenchan lagninun rahyun bewpha taraph,
har jindgini chaal maranni disha taraph
wyapi gai badhiy dishaoman shunyata,
watawran kadik Dhale chhe khuda taraph
eney DamaDol sthitino kahyo prakar,
duniyathi hun phari jo gayo sthirta taraph
a jindgina chaar diwas kem witshe?
ekek ghaDi lakshya chhe yuganun yug thawa taraph
mara e mara raheshe, paraya thashe nahin,
a chhe isharo tara taraph ne badha taraph
hun moto houn mari najarman to shun thayun?
drishtithi door jay chhe sau alpata taraph
eway chhe je saghli kalaothi par rahi,
potano prem wyakt kare chhe kala taraph
jo mara mate hoy to kaheway e ghamanD,
je man wyakt karto rahun chhun badha taraph
dukhane hakiktothi chhe sambandh, o ‘najhir!’
ne sukhno pakshapat rahyo kalpana taraph

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ