tane kawita - Ghazals | RekhtaGujarati

તને કવિતા

tane kawita

હરજીવન દાફડા હરજીવન દાફડા
તને કવિતા
હરજીવન દાફડા

શબ્દમાં કંઈ સમાય એમ નથી,

મૌન ઝાઝું ખમાય એમ નથી.

હોઉં અહીંયા તો કેમ ત્યાં આવું,

એકના બે થવાય એમ નથી.

મેં અહીં, ત્યાં કર્યો તેં પ્રેમ મને,

કાંઈ બીજું તો થાય એમ નથી.

આવ ભીતરથી બહાર, તો મળીએ,

હાથ લાંબો કરાય એમ નથી.

કઈ રીતે ભૂલવી તને કવિતા,

શ્વાસ છોડી શકાય એમ નથી.

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.