tane joi nathi - Ghazals | RekhtaGujarati

તને જોઈ નથી

tane joi nathi

સ્નેહી પરમાર સ્નેહી પરમાર
તને જોઈ નથી
સ્નેહી પરમાર

તારાં કારણથી તને જોઈ નથી

મારા આંગણથી તને જોઈ નથી

તું મને જોઈ શકે નિરાંતે

એવી સમજણથી તને જોઈ નથી

જોઈ છે અથવા તો નથી જોઈ

પણ કે બણથી તને જોઈ નથી

આમ જોવાનું, આમ નહિ, શું?

મેં બંધારણથી તને જોઈ નથી

તારાં વસ્ત્રોનું શું કરું વર્ણન?

કોઈ આવરણથી તને જોઈ નથી

મારું ડાબું, તે તારું ડાબું નથી

યાર, દર્પણથી તને જોઈ નથી

સ્રોત

  • પુસ્તક : ઊડતું ભાળ્યું અંધારું (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : સ્નેહી પરમાર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2020