તમે જો સાથ દેશો તો સ્વપન મારું ફળી જાશે
Tame Jo Sath Desho To Svapna Maru Fali Jashe
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
તમે જો સાથ દેશો તો સ્વપન મારું ફળી જાશે
Tame Jo Sath Desho To Svapna Maru Fali Jashe
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
તમે જો સાથ દેશો તો સ્વપન મારું ફળી જાશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જાશે.
જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો, પછી એ કોઈ પણ રસ્તે વળી જાશે.
ભલેને એના ઘરનાં બારણાં છે બંધ, એથી શું?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.
મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઈ,
તને એ ડર કે તારી વાત કોઈ સાંભળી જાશે.
જરૂરત વીજની શી છે? તણખલાંનો તો માળો છે,
કોઈ એમાં તિખારો મૂકશે તો પણ બળી જાશે.
રહી જાશે પ્રહારો ઝીલનારો એકલો ઊભો,
ને પથ્થર ફેંકનારાઓ તો ટોળામાં ભળી જાશે.
સભામાં એમની બેફામ એવી ગૂંગળમણ છે,
નહીં હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
