તમે બસ સાબદા રે’જો
tame bas sabda rejo
સુધીર પટેલ
Sudhir Patel

અચાનક આવશે કાગળ, તમે બસ સાબદા રે’જો
ખૂટી જાશે બધાં અંજળ, તમે બસ સાબદા રે’જો
નહીં જળ કે પછી મૃગજળ, તમે બસ સાબદા રે’જો
ન આગળ કે કશું પાછળ, તમે બસ સાબદા રે’જો
નહીં ફાવે કશીયે કળ, તમે બસ સાબદા રે’જો
ખરી પડશે બધી અટકળ, તમે બસ સાબદા રે’જો
ઉઘાડી ભીતરે સાંકળ, તમે બસ સાબદા રે’જો
સિલકમાં એક કે બે પણ, તમે બસ સાબદા રે’જો
વધી જાશે શગે ઝળહળ, તમે બસ સાબદા રે’જો
ઉકેલીને સ્વયંના સળ, મે બસ સાબદા રે’જો
ગઝલ ‘સુધીર’ વહે ખળખળ, તમે બસ સાબદા રે’જો
શબદનાં ફોડીને શ્રીફળ, તમે બસ સાબદા રે’જો.



સ્રોત
- પુસ્તક : ઉકેલીને સ્વયંના સળ (પૃષ્ઠ ક્રમાંક 100)
- સર્જક : સુધીર પટેલ
- પ્રકાશક : પાર્થ પ્રકાશન
- વર્ષ : 2008