તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
tame aaghaa khaso to ketlo lambaay chhe rasto

તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો
નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો
તમે ચેતાવતા રહો છો છતાં પણ ઠેશ વાગે છે
તમે સામે હો ત્યારે ક્યાં મને દેખાય છે રસ્તો
કહો આ આપણા સંબંધની ના કઈ રીતે કહેશો?
કે મારે ત્યાંથી નીકળી આપને ત્યાં જાય છે રસ્તો
તમારો સોબતી છે એ, તમે આ ટેવ પાડી છે :
નજરથી દૂર જઈને એટલે સંતાય છે રસ્તો
જતો'તો એમને ત્યાં, એ રીતે સામા મળ્યા તેઓ
પૂછીપૂછીને પૂછાયું કે આ ક્યાં જાય છે રસ્તો
જતું રહેવું તમારું પગ પછાડીને જતું રહેવું
અહીં હું ખાલીખમ બેઠો અને પડઘાય છે રસ્તો
પ્રતીક્ષા નહિ કરો તો પણ એ કરવાની ફરજ પડશે
જુઓ 'નાદાન' બારીમાંથી ખુદ ડોકાય છે રસ્તો
tame aagha khaso to ketlo lambay chhe rasto
nikat aawo to ankhoman samato jay chhe rasto
tame chetawta raho chho chhatan pan thesh wage chhe
tame same ho tyare kyan mane dekhay chhe rasto
kaho aa aapna sambandhni na kai rite kahesho?
ke mare tyanthi nikli aapne tyan jay chhe rasto
tamaro sobti chhe e, tame aa tew paDi chhe ha
najarthi door jaine etle santay chhe rasto
jatoto emne tyan, e rite sama malya teo
puchhipuchhine puchhayun ke aa kyan jay chhe rasto
jatun rahewun tamarun pag pachhaDine jatun rahewun
ahin hun khalikham betho ane paDghay chhe rasto
prtiksha nahi karo to pan e karwani pharaj paDshe
juo nadan barimanthi khud Dokay chhe rasto

સ્રોત
- પુસ્તક : રજ રજ અચરજ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સર્જક : ભીખુભાઈ ચાવડા 'નાદાન'
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2001