રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમારી આંખમાં ઝરણું છે, દરીયો છે, કૂવો પણ છે
tamari aankhman jharnu chhe, dariyo chhe, kuvo pan chhee
મનોજ જોશી 'મન'
Manoj Joshi 'Man'
તમારી આંખમાં ઝરણું છે, દરીયો છે, કૂવો પણ છે
tamari aankhman jharnu chhe, dariyo chhe, kuvo pan chhee
મનોજ જોશી 'મન'
Manoj Joshi 'Man'
તમારી આંખમાં ઝરણું છે, દરીયો છે, કૂવો પણ છે!
ને એમાં ડૂબવાને એક જણ તત્પર ઊભો પણ છે!!
બધાને કોણ જાણે કેમ મગ ચોખા જ દેખાતા!
નહીં તો વારતામાં તો ચકી પણ છે ચકો પણ છે!!
સમય સિક્કાની જેમ જ માણસોને પણ ઉછાળે છે!
કદાચ એથી જ માણસ ક્યાંક ઉંધો છે સીધો પણ છે!!
ભૂમિતિ છોડને ભઇલા! નહીં એ જીવતાં શીખવે!
જીવન વર્તુળ જેવું છે છતાં એમાં ખૂણો પણ છે!!
જુદા પલ્લામાં જો એ હોત, તો ચિંતા હતી કૈં કયાં?
ભરોસો છે જે પલ્લામાં એ પલ્લામાં દગો પણ છે!!
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ