taarii yaad aave ane hun raatbhar jaagyaa karun - Ghazals | RekhtaGujarati

તારી યાદ આવે અને હું રાતભર જાગ્યા કરું

taarii yaad aave ane hun raatbhar jaagyaa karun

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
તારી યાદ આવે અને હું રાતભર જાગ્યા કરું
હરીન્દ્ર દવે

તારી યાદ આવે અને હું રાતભર જાગ્યા કરું,

કઈ હવા લઈ આવશે તારી ખબર? જાગ્યા કરું.

વિમાસણ છે કે તારી આંખ મીંચાતી હશે?

ઘેનમાં જ્યારે છે આખું નગર, જાગ્યા કરું.

ના મિલનનો કોલ છે કે ના વિરહની વેદના,

તે કેવું છે કે હું કારણ વગર જાગ્યા કરું.

‘કેમ ચાલે છે?’ ‘બધું સારું છે’ કહી છૂટાં પડ્યાં,

અમસ્તી વાતની કેવી અસર, જાગ્યા કરું.

રાતના સૂરજ ઊગે તો કંઈકે શોષાઈ શકે,

આંખ ઝાકળથી થઈ છે તરબતર, જાગ્યા કરું.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ