taarii suvaas ang thakii osarii nathii - Ghazals | RekhtaGujarati

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી

taarii suvaas ang thakii osarii nathii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
તારી સુવાસ અંગ થકી ઓસરી નથી
હરીન્દ્ર દવે

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,

આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?

મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી.

રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,

આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે કહો છો, તો માની લઈશ હું,

મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ક્હેશો, ભલા, એનો વાંક ક્યાં?

લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ