khuda pan hashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખુદા પણ હશે

khuda pan hashe

જલન માતરી જલન માતરી
ખુદા પણ હશે
જલન માતરી

હશે સત્ય પણ, કલ્પના પણ હશે,

ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે,

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,

સજા પણ હશે ને મજા પણ હશે.

અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી,

સુરા પણ હશે, અપ્સરા પણ હશે.

કયામતમાં ઈન્સાફ થાશે પછી,

હશે ક્રૂરતા પણ, દયા પણ હશે.

મટે કેમ રોગ, શોધો ભલા,

જો પીડા હશે તો દવા પણ હશે.

કયામતની રાહ એટલે જોઉં છું,

કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984