સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
suurajnaa pakva phal thakii besvaad ras padyo
 ગની દહીંવાલા
                                    Gani Dahiwala
                                    ગની દહીંવાલા
                                    Gani Dahiwala
                                
                                સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો
                                suurajnaa pakva phal thakii besvaad ras padyo
                                    
                                        
                                             ગની દહીંવાલા
                                            Gani Dahiwala
                                            ગની દહીંવાલા
                                            Gani Dahiwala
                                        
                                    
                                
                            
                         ગની દહીંવાલા
                                            Gani Dahiwala
                                            ગની દહીંવાલા
                                            Gani Dahiwala
                                        સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ;
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક;
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મ્હેકવાની ગતાગમ નથી હજી;
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી;
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ - પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા;
ઓજસનો ધોધ કાખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે 'ગની',
'કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.'
 
                                         
                                         
                                    સ્રોત
- પુસ્તક : હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે (પૃષ્ઠ ક્રમાંક 211)
- સંપાદક : ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2009
 
        