રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆંબલીથી કૂદતા પામ્યા’તા એ વ્રણ સાંભરે,
લીમડાની છાંવમાં ઉગેલી સમજણ સાંભરે.
આંગળી છૂટી ગઈ'તી એ દિવસ પણ સાંભરે,
ત્યારથી પૂરું થયું'તું મારું બચપણ સાંભરે.
પાદરે એકાંતમાં લીધા'તા એ પણ સાંભરે.
ને પછી સંજોગને સોંપ્યા'તા સગપણ સાંભરે.
સાથિયા મહોરે સૂરજના તેજથી વરસાદમાં,
કોક દિ’ લીલા હતા જે સાવ, તોરણ સાંભરે.
બંધ આંખે રાતના જાગ્યા કરું પરદેશમાં,
એક કાગળમાં ઊઘડતું એ જ આંગણ સાંભરે.
amblithi kudta pamya’ta e wran sambhre,
limDani chhanwman ugeli samjan sambhre
angli chhuti gaiti e diwas pan sambhre,
tyarthi purun thayuntun marun bachpan sambhre
padre ekantman lidhata e pan sambhre
ne pachhi sanjogne sompyata sagpan sambhre
sathiya mahore surajna tejthi warsadman,
kok di’ lila hata je saw, toran sambhre
bandh ankhe ratna jagya karun pardeshman,
ek kagalman ughaDatun e ja angan sambhre
amblithi kudta pamya’ta e wran sambhre,
limDani chhanwman ugeli samjan sambhre
angli chhuti gaiti e diwas pan sambhre,
tyarthi purun thayuntun marun bachpan sambhre
padre ekantman lidhata e pan sambhre
ne pachhi sanjogne sompyata sagpan sambhre
sathiya mahore surajna tejthi warsadman,
kok di’ lila hata je saw, toran sambhre
bandh ankhe ratna jagya karun pardeshman,
ek kagalman ughaDatun e ja angan sambhre
સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 143)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008