paDdo hatawi daun to nahin olkhi shako, - Ghazals | RekhtaGujarati

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો,

paDdo hatawi daun to nahin olkhi shako,

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો,
મિલિન્દ ગઢવી

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો,

નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો.

પરછાઈને લીધે પરિચય છે આપણો,

સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો.

રહેવા દો કંઈક ભેદ હવે દરમિયાનમાં,

ઘુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો.

ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને,

ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો.

ભટક્યા છો ઠેર ઠેર તમે જેની શોધમાં,

ચીજ લાવી દઉ તો નહીં ઓળખી શકે.

સ્રોત

  • પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : મિલિન્દ ગઢવી
  • પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019