surajanun ugawun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂરજનું ઊગવું

surajanun ugawun

કાયમ હઝારી કાયમ હઝારી
સૂરજનું ઊગવું
કાયમ હઝારી

તારા નામના સૂરજનું ઊગવું,

શું કામનું નકામા સૂરજનું ઊગવું?

બળતાં ઘરોથી ઝળહળે જ્યાં રાતનું તમસ-

છે વ્યર્થ જગામાં સૂરજનું ઊગવું!

કેવું હશે બતાવો? કેવું હશે કહો??

સપનામાં આંધળાના સૂરજનું ઊગવું.

રાતોનું એક ટોળું નીકળ્યું છે શોધવા

ધુવડના પોપચામાં સૂરજનું ઊગવું!

દિલ્હીની રોશનીમાં ભૂલું પડી ગયું

દેશની પ્રજાના સૂરજનું ઊગવું.

પૂરી દીધું છે ‘કાયમ’ એના ગયા પછી

યાદોના ઓરડામાં સૂરજનું ઊગવું.

સ્રોત

  • પુસ્તક : આદમ ઈવનું પહેલું ચુંબન (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : ‘કાયમ’ હઝારી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994