suraj wisheno khyal chhun manman balya karun, - Ghazals | RekhtaGujarati

સૂરજ વિશેનો ખ્યાલ છું મનમાં બળ્યા કરૂં,

suraj wisheno khyal chhun manman balya karun,

સતીષ નકાબ સતીષ નકાબ
સૂરજ વિશેનો ખ્યાલ છું મનમાં બળ્યા કરૂં,
સતીષ નકાબ

સૂરજ વિશેનો ખ્યાલ છું મનમાં બળ્યા કરૂં,

રાત્રિના ગર્ભમાં છું દિવસ સળવળ્યા કરૂં.

હૂંફાળા બાહુપાશમાં હું ઓગળી જઈશ,

માનવ છું હીમનો તો બરફને મળ્યા કરૂં.

કેવી ઊગી છે વેલ-ખબર સીંચનારને,

કૂંડા તળેનું છિદ્ર છું હું તો ગળ્યા કરૂં.

ઘર્ષણ કરે છે તીવ્ર ગતિએ જતી ક્ષણો,

વાતાવરણની જેમ ફક્ત ખળભળ્યા કરૂં.

છું મીણની દીવાલ હું બળવાથી નહિ પડું,

હું જામતો રહું છું ભલે પીગળ્યા કરૂં.

સ્રોત

  • પુસ્તક : સાનિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : સતીષ ‘નકાબ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988