sunwala shwet chhalmanthi ame nikli nathi shakta - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા

sunwala shwet chhalmanthi ame nikli nathi shakta

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા

બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઊકલ્યા છીએ અર્થો

તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ–

સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહીં મિત્રો!

વીતેલી બે'ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિંતુ–

પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

સ્રોત

  • પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 246)
  • સર્જક : મનોજ ખંડેરિયા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ