aa marun man raDyun to chhe — parantu ochhun bahu ochhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ મારું મન રડ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું

aa marun man raDyun to chhe — parantu ochhun bahu ochhun

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
આ મારું મન રડ્યું તો છે — પરંતુ ઓછું બહુ ઓછું
સૈફ પાલનપુરી

મારું મન રડ્યું તો છે પરંતુ ઓછું બહુ ઓછું

મને સુખ મળ્યું તો છે પરંતુ ઓછું બહુ ઓછું

કોઈ હૈયામાં હમદર્દી રૂપે પણ સ્થાન પામ્યો છું

મને ઘર ગમ્યું તો છે પરંતુ ઓછું બહુ ઓછું

તમે મળતે તો શું થાતે, મળ્યાં ના તો થયું શું શું?

સરવૈયું કર્યું તો છે પરંતુ ઓછું બહુ ઓછું

ગણતરીના પ્રસંગોમાં લાગ્યું છે ખુદા જેવું

મસ્તક પણ નમ્યું તો છે પરંતુ ઓછું બહુ ઓછું

તમે મનગમતો ચેહરો યાદ કરશો તો સમજ પડશે

ગઝલમાં મેં કહ્યું તો છે પરંતુ ઓછું બહુ ઓછું

સ્રોત

  • પુસ્તક : હીંચકો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : 2