sudhi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા વિસ્મરણથી તે મારા સ્મરણ સુધી

પડઘાઉં છું હું તારા કોઈ પણ વલણ સુધી

ચંદ્ર છું જે સાંજનો ઊગી ચૂકેલ છે;

તું રાહ જો તિમિરના પૂરા વિસ્તરણ સુધી

આકાશ થઈને ઊતરી જાવાનો શ્વાસમાં

હમણાં તો અટકી જાઉં છું વાતાવરણ સુધી

પથરાયો છું પ્રયત્નના જંગલમાં ડાળ ડાળ

ને હું વિસ્તરું છું વિકલ્પોના રણ સુધી

હું અર્થહીનતા છું તું ભૂલી શકે તો ભૂલ

નહિ યાદ આવું હું તને તૃપ્તિની ક્ષણ સુધી

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999