અલગ ઓળખ બનાવીને અડીખમ આજ ઊભી હું
alag olakh banaaviine adikham aaj uubhii hun

અલગ ઓળખ બનાવીને અડીખમ આજ ઊભી હું.
અહીં લગ પહોંચવામાં તો હજારો વાર તૂટી હું.
દુઃખોને તાળું મારી, ચાવી ફેંકી, નીકળી ગઈ'તી;
પછી એવું થયું કે, એ જ દિવસે ટ્રેન ચૂકી હું.
બહુ સખ્તાઈપૂર્વક કહી દીધું કે, રોંગ નંબર છે.
ખબર ક્યાં એને પડવાની? રડી 'તી ફોન મૂકી હું.
હતું ઑફિસમાં મહિલા દિવસનું ખાસ આયોજન,
ઘરે બીમાર મા ને આજે પાછી લે'ટ છૂટી હું.
હવે તો ગામ આખું ત્યાંથી પીશે નહિ કદી પાણી,
બિચારી સ્ત્રીઓ જાણે છે, કૂવામાં કેમ કૂદી હું!
તબીબે કીધું છે, બીમારી બહુ ગંભીર છે મારી;
અને પાછી ફરી ગઈ છું દવાનો ભાવ પૂછી હું.
alag olakh banawine aDikham aaj ubhi hun
ahin lag pahonchwaman to hajaro war tuti hun
dukhone talun mari, chawi phenki, nikli gaiti;
pachhi ewun thayun ke, e ja diwse tren chuki hun
bahu sakhtaipurwak kahi didhun ke, rong nambar chhe
khabar kyan ene paDwani? raDi ti phon muki hun
hatun auphisman mahila diwasanun khas ayojan,
ghare bimar ma ne aaje pachhi leta chhuti hun
hwe to gam akhun tyanthi pishe nahi kadi pani,
bichari strio jane chhe, kuwaman kem kudi hun!
tabibe kidhun chhe, bimari bahu gambhir chhe mari;
ane pachhi phari gai chhun dawano bhaw puchhi hun

સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ