sthiir jal saathe atakchaalaa na kar - Ghazals | RekhtaGujarati

સ્થિર જળ સાથે અટકચાળા ન કર

sthiir jal saathe atakchaalaa na kar

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
સ્થિર જળ સાથે અટકચાળા ન કર
ખલીલ ધનતેજવી

સ્થિર જળ સાથે અટકચાળા કર,

કાંકરા નાખીને કૂંડાળા કર.

લોક દિવાળી ભલે ને ઊજવે,

પેટ બાળીને તું અજવાળા કર!

આજથી ગણ આવનારી કાલને,

પાછલાં વરસોના સરવાળા કર!

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે,

ઈંટને તોડીને ઢેખાળા કર.

થઈ શકે તો રૂબરૂ આવીને મળ,

ઊંઘમાં આવીને ગોટાળા કર.

કે કવિતાઓ બધી મોઢે મને,

મારી મિલકતનાં તું રખવાળા કર.

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા
  • વર્ષ : 2000