રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએકદમ અંધારપટની વાત માંડીને કરું,
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.
આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ,
જે કર્યું ખોટું બધું કંઈ એય થઈ જાશે ખરું.
કેટલાં ખાબોચિયામાં દર વખત ડૂબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવને દરિયો તરું.
સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહું,
ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.
રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,
લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.
ekdam andharapatni wat manDine karun,
ne pachhi dhirethi tara namno diwo dharun
angli lai jay tyan chalya jawun, pakDi kalam,
je karyun khotun badhun kani ey thai jashe kharun
ketlan khabochiyaman dar wakhat Dubya pachhi,
em ke pahonchi jawashe, lawne dariyo tarun
sparshni waheti nadine rokwa mathto rahun,
terwe tophan phamphosi ane pachho pharun
raktthi chale hriday pan etalun puratun nathi,
law dhamniman hwe chikkar hun shahi bharun

સ્રોત
- પુસ્તક : અવાજો પણ કદી દેખાય તો? (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : ગુંજન ગાંધી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2013