notman wale chhe sikkaman chalawe chhe mane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને

notman wale chhe sikkaman chalawe chhe mane

હેમંત ધોરડા હેમંત ધોરડા
નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
હેમંત ધોરડા

નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને

યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને.

લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે

મોડી રાતે વળી પાનમાં ચાવે છે મને.

મારા અવશેષ ફરી કચરામાં વાળે દિવસે

રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને.

મારો ઉલ્લેખ થતા એનું હસીને થૂંકવું

નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને.

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં

સ્પર્શ-પાતાળ કૂવામાં તરાવે છે મને.

સ્રોત

  • પુસ્તક : અણસાર (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1988