જેમને લીધે થયો ‘ઇર્શાદ’ તું
એમને ક્યારેય આવે યાદ તું?
ભીની ભીની આંખો તારી કેમ છે?
ગટગટાવી પી ગયો વરસાદ તું?
એ ગલી, એ ઘર કશુંયે ના બચ્ચું
તોય નાહક કેમ પાડે સાદ તું?
રોજ વધતી જાય છે ઉંમર અને
ધીમે ધીમે થાય સૌથી બાદ તું.
કૈંક વરસોથી ફસાવ્યો છે. મને
હું મૂરખ કે લુચ્ચું અમદાવાદ તું?
jemne lidhe thayo ‘irshad’ tun
emne kyarey aawe yaad tun?
bhini bhini ankho tari kem chhe?
gatagtawi pi gayo warsad tun?
e gali, e ghar kashunye na bachchun
toy nahak kem paDe sad tun?
roj wadhti jay chhe unmar ane
dhime dhime thay sauthi baad tun
kaink warsothi phasawyo chhe mane
hun murakh ke luchchun amdawad tun?
jemne lidhe thayo ‘irshad’ tun
emne kyarey aawe yaad tun?
bhini bhini ankho tari kem chhe?
gatagtawi pi gayo warsad tun?
e gali, e ghar kashunye na bachchun
toy nahak kem paDe sad tun?
roj wadhti jay chhe unmar ane
dhime dhime thay sauthi baad tun
kaink warsothi phasawyo chhe mane
hun murakh ke luchchun amdawad tun?
સ્રોત
- પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 163)
- સર્જક : ચિનુ મોદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012