watawran rahe - Ghazals | RekhtaGujarati

વાતાવરણ રહે

watawran rahe

જવાહર બક્ષી જવાહર બક્ષી
વાતાવરણ રહે
જવાહર બક્ષી

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે

તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે

જો દૃષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને

પણ ત્યાં સુધી રૂપ ઉપર આવરણ રહે

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યા કરું

મર્યાદા એની રહે ને વિસ્તરણ રહે

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં!

શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે

સ્વપ્નાંય બહુ તો ઓગાળી ઝાકળ થઈ ગયાં

જીવનમાં તો પછી 'ફના' ક્યાંથી ઝરણ રહે?

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999