
ડર ન 'હેમંત' રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં
મંઝિલો જાય છો ને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં
એને ભીંજાતી જોયા કરવાની
પાણી-પાણી થવાનું વર્ષામાં
કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ-શો એક ચહેરો સ્મરવામાં
એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!
Dar na hemant reet badalwaman
bedhDak nam lai le matlaman
manjhilo jay chho ne chulaman
amne gothi gayun chhe rastaman
ene bhinjati joya karwani
pani pani thawanun warshaman
kanik kantali yado bhonkai
phool sho ek chahero smarwaman
e hakikat hashe ke biju kani
sapanun aawe kadi jo sapnaman!
Dar na hemant reet badalwaman
bedhDak nam lai le matlaman
manjhilo jay chho ne chulaman
amne gothi gayun chhe rastaman
ene bhinjati joya karwani
pani pani thawanun warshaman
kanik kantali yado bhonkai
phool sho ek chahero smarwaman
e hakikat hashe ke biju kani
sapanun aawe kadi jo sapnaman!



સ્રોત
- પુસ્તક : કાગળની નાવ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : હેમંત પુણેકર
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2022