રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅરે નાદાન પ્રેમીલા તને મન ભૂત શું વળગ્યું?-
ભમે જઈ શોધવા વ્હાલી સરિતવલ્લી ગુફાઓમાં! ૧
અરે ઓ મૂઢ રાગીલા તું શાં આ ક્હાડતું ઘેલાં,
ઉઠે સૂતી સ્મશાને ના, વિરામી એ સદા માટે. ૨
સુણે પોકારના તારા રૂદિત તારાંય ના દેખે,
પડી છે ગાઢ નિદ્રામાં જગાડી તો નહીં જાગે. ૩
અરે ભૂ વ્યોમની વચ્ચે હિંચી પ્રિયને રહ્યું જો તું,
હિંચે તે વ્યર્થ તું જોવા જુદે તે વ્યર્થ આશામાં. ૪
થઈ અદૃશ્ય દેખાયે હવે ના એ પડી નજરે,
ગઈ કંઈ દૂરના દેશે નજર નાંખી ન ત્યાં પ્હોંચે. પ
નજર નાંખી ઘણીએ પણ પ્રિયા જોવા ન જો પામ્યું,
ભૂંડા એ આાશ છોડી દે ગયાં તે ના વળે પાછાં. ૬
ચિતામાંની વિભૂતીને લઈ લઈ અંગ તું ચોળે,
ફળે કહે કાંઇએ એમાં વૃથા છે ઘેલછા તારી. ૭
ગયુ તેને જ રોવું શું? ગયું તેને જ જોવું શું?
ગયુ તેને ગયુ જાણી મુકી દે જોવું ને રોવું. ૮
રડી થાકયાં નયન તારાં નિહાળી આંસુડાં ઊન્હાં,
શમી ના જ્વાળ તેનાથી મળી ના વ્હાલિ આવિને. ૯
સ્વરો સૂણ્યા પ્રિયા મૂખે ફરીએ સૂણવા તેને,
હવે તું આશ છેડી દે ગળી ગઈ વાયુની લહરી. ૧૦
ગળાયા તે ન સૂણાયે ફરી આવી પ્રદેશે આ,
છતાં તું મૂઢ જેવાને ચડી સ્મરણે સતા’વાના. ૧૧
હતું તે એક વેળાએ, હતું ત્યારે હતું સૌએ,
સ્મરણને રાખ દાબીને રખે એને સળી કર તું. ૧ર
વિધીના ચેાગથી આવે વિધી યોગે છુપાએ જઈ,
ગયું શું તાહરૂં તેમાં રૂદિત એવાં રચે શાનાં. ૧૩
ઘડીમાં આવિને જાયે રચી આશા ઠગી જાએ,
ઠગાએ તેાય ઈચ્છે એ ન તારાથી બીજું ભોળું. ૧૪
જતું તે જાય છો, આવે ભલે તે આવતું સહજે,
ખિલીને નાચતું તું ના રડી રચતું રૂદિત ના કંઈ. ૧પ
અરે જો પ્રેમનું ભૂખ્યું સમજ મન પ્રેમ તે શું છે,
પડી ભ્રાન્તીમહીં વસ્તુ જુઠી લઈ ના થતું રાજી. ૧૬
જવા દે મોહ માયાનો! પ્રભૂના પ્રેમમાં લોટી,
વિયોગી થા ભલે યોગી પ્રભૂના પ્રેમનું રાગી. ૧૭
પ્રભુના પ્રેમનું પ્યાલું લઈ કરમાં ભલે પી જા,
તૃષા તારી છિપાશે ને થશે ના કાંઇ ઉત્તાપ. ૧૮
પ્રભૂના પ્રેમના ક્ષેત્રે ખિલેલાં પ્રેમનાં પુષ્પો,
ગુંથીને કોટમાં પ્હેરી વિજયમાળા સુગંધી લે. ૧૯
are nadan premila tane man bhoot shun walagyun?
bhame jai shodhwa whali saritwalli guphaoman! 1
are o mooDh ragila tun shan aa khaDatun ghelan,
uthe suti smshane na, wirami e sada mate 2
sune pokarna tara rudit taranya na dekhe,
paDi chhe gaDh nidraman jagaDi to nahin jage 3
are bhu wyomni wachche hinchi priyne rahyun jo tun,
hinche te wyarth tun jowa jude te wyarth ashaman 4
thai adrishya dekhaye hwe na e paDi najre,
gai kani durna deshe najar nankhi na tyan phonche pa
najar nankhi ghaniye pan priya jowa na jo pamyun,
bhunDa e aash chhoDi de gayan te na wale pachhan 6
chitamanni wibhutine lai lai ang tun chole,
phale kahe kaniye eman writha chhe ghelchha tari 7
gayu tene ja rowun shun? gayun tene ja jowun shun?
gayu tene gayu jani muki de jowun ne rowun 8
raDi thakyan nayan taran nihali ansuDan unhan,
shami na jwal tenathi mali na whali awine 9
swro sunya priya mukhe phariye sunwa tene,
hwe tun aash chheDi de gali gai wayuni lahri 10
galaya te na sunaye phari aawi prdeshe aa,
chhatan tun mooDh jewane chaDi smarne sata’wana 11
hatun te ek welaye, hatun tyare hatun saue,
smaranne rakh dabine rakhe ene sali kar tun 1ra
widhina cheagathi aawe widhi yoge chhupaye jai,
gayun shun tahrun teman rudit ewan rache shanan 13
ghaDiman awine jaye rachi aasha thagi jaye,
thagaye teay ichchhe e na tarathi bijun bholun 14
jatun te jay chho, aawe bhale te awatun sahje,
khiline nachatun tun na raDi rachatun rudit na kani 1pa
are jo premanun bhukhyun samaj man prem te shun chhe,
paDi bhrantimhin wastu juthi lai na thatun raji 16
jawa de moh mayano! prbhuna premman loti,
wiyogi tha bhale yogi prbhuna premanun ragi 17
prabhuna premanun pyalun lai karman bhale pi ja,
trisha tari chhipashe ne thashe na kani uttap 18
prbhuna premna kshetre khilelan premnan pushpo,
gunthine kotman pheri wijaymala sugandhi le 19

સ્રોત
- પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : ઉમાશંકર જોષી
- પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
- વર્ષ : 1942