shwas marge pryan, jaDeja - Ghazals | RekhtaGujarati

શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા

shwas marge pryan, jaDeja

દર્શક આચાર્ય દર્શક આચાર્ય
શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા
દર્શક આચાર્ય

શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,

નિજના ઘરને પિછાણ, જાડેજા.

કાળના તું પ્રવાહને ઓળખ,

તો તરશે વહાણ, જાડેજા.

જ્યોત જગવી તું વાંચ કાગળને,

તો ઉકલશે લખાણ, જાડેજા.

પાપ તારાં બધાંય બોલી જા,

તો આપું પ્રમાણ, જાડેજા.

જાત ઓળંગવી સરળ ક્યાં છે?

ખૂબ કપરાં ચઢાણ, જાડેજા.

બેડલીને ઉગારવા તારી,

સંતની કર સુવાણ, જાડેજા.

આંબવો હોય કાળને તારે,

પાંચ ઘોડા પલાણ, જાડેજા.

સ્રોત

  • પુસ્તક : સાંસોટ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : દર્શક આચાર્ય
  • પ્રકાશક : વિશ્વગાથા
  • વર્ષ : 2021