
ગુમાવી રહ્યો છું પકડ, શું કરીશું?
જીવન થઈ રહ્યું છે બરડ, શું કરીશું?
હવે નીકળ્યો છું મને શોધવા હું,
નથી કોઈ મળતાં સગડ, શું કરીશું?
તિરાડો અરીસે પડી છે કે ચહેરે?
હજુ એ જ છે ભાંજગડ, શું કરીશું?
જીવનથી છલોછલ ઘડો એક માથે,
અને માર્ગ ખાબડખૂબડ, શું કરીશું?
વળી એ જ રસ્તે વળી એ જ ઠોકર,
નથી છોડતી આ અકડ, શું કરીશું?
gumawi rahyo chhun pakaD, shun karishun?
jiwan thai rahyun chhe baraD, shun karishun?
hwe nikalyo chhun mane shodhwa hun,
nathi koi maltan sagaD, shun karishun?
tiraDo arise paDi chhe ke chahere?
haju e ja chhe bhanjgaD, shun karishun?
jiwanthi chhalochhal ghaDo ek mathe,
ane marg khabaDkhubaD, shun karishun?
wali e ja raste wali e ja thokar,
nathi chhoDti aa akaD, shun karishun?
gumawi rahyo chhun pakaD, shun karishun?
jiwan thai rahyun chhe baraD, shun karishun?
hwe nikalyo chhun mane shodhwa hun,
nathi koi maltan sagaD, shun karishun?
tiraDo arise paDi chhe ke chahere?
haju e ja chhe bhanjgaD, shun karishun?
jiwanthi chhalochhal ghaDo ek mathe,
ane marg khabaDkhubaD, shun karishun?
wali e ja raste wali e ja thokar,
nathi chhoDti aa akaD, shun karishun?



સ્રોત
- પુસ્તક : ક્ષણોનાં પ્રતિબિંબ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : મયંક ઓઝા
- પ્રકાશક : સાયુજ્ય પ્રકાશન, વડોદરા
- વર્ષ : 2025