વીતી ગયેલી પળ વિશે તો આખરે શું કહી શકો?
વરસ્યાં ન તે વાદળ વિશે તો આખરે શું કહી શકો?
સંવેદનાઓ કેટલી વહેતી કરી જેના ઉપર,
પહોંચ્યા ન જે કાગળ વિશે તો આખરે શું કહી શકો?
જીવન હતું દાહક છતાંયે પુષ્પને આપી ગયાં,
મીરાં, અખો, શામળ વિશે તો આખરે શું કહી શકો?
સરકી જવાની શક્યતાઓ ખૂબ છે ને તે છતાં,
નિશ્ચલ, સરલ ઝાકળ વિશે તો આખરે શું કહી શકો?
આંસુ સાથે વહી શકે ને હર્ષથી ચમકી ઊઠે
નૈંનોના એ કાજળ વિશે તો આખરે શું કહી શકો?
witi gayeli pal wishe to akhre shun kahi shako?
warasyan na te wadal wishe to akhre shun kahi shako?
sanwednao ketli waheti kari jena upar,
pahonchya na je kagal wishe to akhre shun kahi shako?
jiwan hatun dahak chhatanye pushpne aapi gayan,
miran, akho, shamal wishe to akhre shun kahi shako?
sarki jawani shakytao khoob chhe ne te chhatan,
nishchal, saral jhakal wishe to akhre shun kahi shako?
ansu sathe wahi shake ne harshthi chamki uthe
nainnona e kajal wishe to akhre shun kahi shako?

સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 177)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી