shun batawun kewa kewa joun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું બતાવું કેવા કેવા જોઉં છું

shun batawun kewa kewa joun chhun

અદી મીરઝાં અદી મીરઝાં
શું બતાવું કેવા કેવા જોઉં છું
અદી મીરઝાં

શું બતાવું કેવા કેવા જોઉં છું.

રોજ દુનિયાના તમાશા જોઉં છું.

મારી આંખે તો એક જોવાતી નથી

એની આંખે એની દુનિયા જોઉં છું.

કાલે એના દિલના ઉંબરા પર હતો

આજે એના ઘરના રસ્તા જોઉં છું.

હું તો શાયર છું, મારા દોસ્તો!

જ્યારથી જન્મ્યો છું, સપનાં જોઉં છું.

એના ઘરમાં દેખાતો નથી!

રોજ એના ચાંદ તારા જોઉં છું!

સાચું કહું તો જોઉં છું એને હું!

લોકના ચહેરા તો અમથા જોઉં છું!

બંધ આંખે તો જુએ છે સૌ 'અદી'

હું ઉઘાડી આંખે સપનાં જોઉં છું.

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સર્જક : અદી મિરઝાં
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000