shubhlaabh diidhaa, saathiyaa ne shree-savaa diidhaa - Ghazals | RekhtaGujarati

શુભલાભ દીધા, સાથિયા ને શ્રી-સવા દીધા

shubhlaabh diidhaa, saathiyaa ne shree-savaa diidhaa

ભીખુભાઈ ચાવડા 'નાદાન' ભીખુભાઈ ચાવડા 'નાદાન'
શુભલાભ દીધા, સાથિયા ને શ્રી-સવા દીધા
ભીખુભાઈ ચાવડા 'નાદાન'

શુભલાભ દીધા, સાથિયા ને શ્રી-સવા દીધા

ઘરમાં પછી જગતના પવન આવવા દીધા

મેંદીભર્યા ચરણ તો સતત સાથિયા રચે

આ ઉંબરાને મુઠ્ઠી-ઉંચેરા થવા દીધા

બહુ ખાનગી છે વાત જરા કાનમાં કહું

ગમતા’તા એટલે તો વધુ ચાહવા દીધા

નીકળી છે વાત તો આ પવનનેય કહી દઉં

જા સાચવીને, રાહ તને અવનવા દીધા

પકડીને કોણ બેસી રહે, આ હવા છે, દોસ્ત

જે શ્વાસ આવતા રહ્યા એ પણ જવા દીધા

એની સભા છે ચુપ રહી જે થાય તે જુઓ

'નાદાન' પાડ માનો અહીં બેસવા દીધા

સ્રોત

  • પુસ્તક : રજ રજ અચરજ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : ભીખુભાઈ ચાવડા 'નાદાન'
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001