mara mahin samayela e jan wishe na poochh - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા મહીં સમાયેલા એ જણ વિશે ન પૂછ

mara mahin samayela e jan wishe na poochh

હનીફ સાહિલ હનીફ સાહિલ
મારા મહીં સમાયેલા એ જણ વિશે ન પૂછ
હનીફ સાહિલ

મારા મહીં સમાયેલા જણ વિશે પૂછ

બીજું બધુંય પૂછ પણ પણ વિશે પૂછ

મારી ગઝલની સાથે હશે કૈં ઋણાનુબંધ

પણ મારા એની સાથેના સગપણ વિશે પૂછ

માટીની જેમ હુંય સુંગધાઈ ગયો'તો

વરસ્યો'તો ધોધમાર શ્રાવણ વિશે પૂછ

લોહીલુહાણ કેમ છે મારા વર્તમાન

સદીઓ વીતી ગઈ હવે ક્ષણ વિશે પૂછ

ઓગળતી સાંજે દોસ્ત! કોઈ પ્રશ્ન કર નહીં

તું પણ સુરામાં ડૂબ ને મારણ વિશે પૂછ

કાગળમાં ચીતરાયેલી પીડાના સમ હનીફ

મારી ગઝલમાં આવતા જણ વિશે પૂછ

સ્રોત

  • પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985