એ જ આવીને ઝીણવટથી સમજાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
એક આખી ગઝલ તો હવે આવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
બારણાં બંધ, બારી દીવાલો નડી, તે છતાં સ્હેજ અમને સુગંધી જડી,
વાત આખી હવે એ જ ફેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
જાતને હું કસી આમ ઊભો રહું, ઝણઝણી કાનમાં વાત ધીમે કહું.
એ સ્વયમ્ આવશે, સૂર રેલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
કૂંપળોના લીલાંછમ ખયાલો લખી, ડાળીઓ પર લીલીછમ ટપાલો લખી,
વૃક્ષ પોતે જ ટહુકાને બોલાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે.
હાથ પકડીને મોજાં ઘૂંટાવ્યાં અમે, શંખલા, છીપ, મોતી ભણાવ્યાં અમે,
માછલી સાત દરિયા લખી લાવશે, આ અમે જે કરી એ તો શરૂઆત છે!
e ja awine jhinawatthi samjawshe, aa ame je kari e to sharuat chhe
ek aakhi gajhal to hwe awshe, aa ame je kari e to sharuat chhe
barnan bandh, bari diwalo naDi, te chhatan shej amne sugandhi jaDi,
wat aakhi hwe e ja phelawshe, aa ame je kari e to sharuat chhe
jatne hun kasi aam ubho rahun, jhanajhni kanman wat dhime kahun
e swyam awshe, soor relawshe, aa ame je kari e to sharuat chhe
kumplona lilanchham khayalo lakhi, Dalio par lilichham tapalo lakhi,
wriksh pote ja tahukane bolawshe, aa ame je kari e to sharuat chhe
hath pakDine mojan ghuntawyan ame, shankhla, chheep, moti bhanawyan ame,
machhli sat dariya lakhi lawshe, aa ame je kari e to sharuat chhe!

સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ : ડિસેમ્બર - 2008 (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી